આજરોજ મંગળવારે પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને કાલોલ ના મામલતદાર વાયજે પુવાર ની સંયુકત ટીમ દ્વારા વેજલપુરના સરકારી વાજબી ભાવના દુકાનદાર જસવાણી ની દુકાને આકસ્મિક તપાસ કરતા સરકારની અનાજની મોટા પાયે વધઘટ જોવા મળી હતી 50 કટ્ટા ચોખા ની ઘટ જોવા મળી જ્યારે ઘઉંના સાત કટ્ટા અને બાજરીના 19 કટ્ટા ની વધ જોવા મળી વધુમાં ખાનગી બજારમાંથી ખરીદેલ ખાંડના ચાર કટ્ટા મળી આવ્યા દુકાન ની બાજુમાં નંબર પ્લેટ વગરનો આઇસર ટેમ્પો મળી આવેલો જેની કીમત રૂ ૪ લાખ અને સરકારી અનાજનો જથ્થો રૂ ૧.૪૧ લાખ ફૂલ મળી રૂ ૫.૪૧ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો.આઇશર ટેમ્પો સરકારી અનાજને સગેવગે કરવાના કામમાં લેવાતો હોય આ આઇશર ને જથ્થા સાથે સિઝ કરવામાં આવ્યો હતો અને કાલોલ પોલીસ મથકે લાવવાની તજવીજ હાથ ધરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं