શુક્રવારના રોજ જિલ્લા વોલીબોલ સ્પર્ધા રણજીતનગર (ઘોઘંબા) મુકામે યોજાઇ હતી જેમાં ધી એમ.જી.એસ. હાઇસ્કુલ , કાલોલ શાળાના કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં U- 17 ભાઈઓ માં જાદવ કેયુશ,લુહાર ધર્મેશ,લુહાર ઉમેશ,અને U-19 માં સોલંકી પ્રિતેશ, વાળંદ વિવેક, હરિજન હરદીક, આ છ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તે તમામ ખેલાડીઓને કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ તથા ધી એમ.જી.એસ. હાઇસ્કુલ અને કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા હાર્દિક શુભેચ્છા પાઠવી