શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પધારેલા પદ્મ ભુષણ અને ગ્રેમી એવોર્ડ્સથી સન્માનિત ઇન્ટરનેશનલ સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટને મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તેમજ ઉપમહંત સદ્ગુરુ શ્રી મુનિભુષણદાસજી સ્વામીએ આવકારી શાલ તેમજ પુષ્પહારથી સ્વાગત કર્યું હતું.શ્રી વિશ્વમોહન ભટ્ટે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મને આત્મીય સન્માન મળ્યું છે.