વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી સર્જાયો ગંભીર અકસ્માત, કાર પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત....

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી આજે રાત્રીના એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં નેશનલ હાઇવે પર કાર કોઇ કારણોસર અકસ્માતગ્રસ્ત બનતા પલ્ટી ખાઇ જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાની માહિતી મળી રહી છે....

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આજે રાત્રીના નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી એક વરના કાર કોઇ કારણોસર અકસ્માત ગ્રસ્ત બનતા ડીવાઈડર સાથે અથડાઇ કાર પલ્ટી ખાઇ ગઇ હતી, જેમાં કાર ચાલક મયુર ઉર્ફે લલી લાલજીભાઈ રાઠોડ (ઉ.વ. ૨૮) નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાની માહિતી મળી રહી છે....

હાલ બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હોય અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે....