કેટલાક ભાવનગર તો કેટલાકને બોટાદની હોસ્પિટલમાં દાખલ કરાયા.• બોટાદ એસપી - ડી.વાય.એસ.પી.સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી ૮ થી વધુ લોકોનાં મોત તેમજ ૫ થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે.ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર. ટી. હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.તમામે નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહારઆવ્યું છે.ભાવનગર સિવાય કેટલાકનેબોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે.બીજી તરફ બોટાદ એસ.પી.ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. ડોક્ટર સહિતની ટીમ આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ સાથે ભાવનગર સર.ટી.હોસ્પિટલ માંથી બોટાદ જવા રવાના થઈ છે.બોટાદ એસ.પી.ની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનો માં શોકનો માહોલ વ્યાપ્યો છે.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.