સુરેન્દ્રનગર જિલ્લાના ફુલગ્રામમાં 2 દિવસ પહેલા ખેતરમાં દવા છંટકાવ મામલે બનેલી મારામારીની ઘટના બાદ 100થી વધુ લોકો ફુલગ્રામ ગામમાં ધોકા તલવાર જેવા શસ્ત્રો લઈ પ્રવેશ કર્યો હતો. જેમાં પ્રવેશ કર્યા બાદ રોફ જમાવતા સમયે 100 લોકો CCTV કેમેરામાં કેદ થયા હતા.આ ઘટનામાં ધોકા તલવાર જેવા શસ્ત્રો સાથે ગામમાં પ્રવેશ કરનારા ઈસમો CCTV ફૂટેજમાં પણ કેદ થયા હતા. જેનાથી ગામમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. ખાનગી ગાડીઓમાં શસ્ત્રો ભરી આવેલા ટોળા પર કડક પોલીસ કાર્યવાહી થાય તેવી ગ્રામજનોએ વ્યાપક માંગ કરી છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે જોરાવરનગર પીએસઆઇ કે.એચ.ઝનકાતે જણાવ્યું કે, જે તે વખતે ઝગડો કરતા બંને પક્ષે રાઈટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આ વાયરલ થયેલા વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.