તળાજા તાલુકા ભારોલી ગામે આવેલ ભારોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં CRC કક્ષાએ પરિવહન અને સંચાર વિભાગમાં ગોહિલ ભૂમિકાબા યુવરાજસિંહ ધોરણ -8 અને ગોહિલ અર્ચનાબા ચેતનસિંહ ધોરણ -8એ શાળાના ગુરૂજી કોમલબાની કૃતિ બનાવવાની સખત અને સતત મહેનત અને માર્ગદર્શન તેમજ કે ડી સાહેબના અને શાળાના બધા જ સાહેબશ્રીઓ ના સહકારથી સુંદર મજાની હાઇડ્રોલિક બ્રિજ કૃતિ બનાવીને CRC દિહોર કલસ્ટરમાં કક્ષાએ પ્રથમ નંબર મેળવીને શ્રી ભારોલી પ્રા શાળાનું નામ રોશન કરવા બદલ શ્રી બળદેવસિંહ ગોહિલ સરપંચશ્રી - ભારોલી તથા તમામ ગ્રામજનો અને શ્રી ભારોલી પ્રા શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી.
ભારોલી પ્રા શાળાનો ગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં દિહોર કલસ્ટરમાં સૌ પ્રથમ નંબર આવતા ગ્રામજનો એ શુભેચ્છા પાઠવી.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/09/nerity_8b3cf0634602935c6f8e1bdc23b40919.png)