મોઘવારીથી ઝૂઝમી રહેલા દેશમાં વધુ એકવાર જીવનજરૂરિયાત વસ્તુ પર ભાવ વધારા થતા સામાન્ય જનતાની સ્થિતિ પડ્યા પર પાટુ સમાન બની છે,પેટ્રોલ, ડિઝલ , સી એન જી, રાંધણ ગેસ, શાકભાજી ,ખાધ્યતેલના ભાવ વધારો માર પહેલાથી જ લોકો સમાનો કરી રહ્યા હતા પરંતુ શ્રીમંતથી લઇ ગરીબો લોકો માટે ઉપયોગી અને પોષ્ટિક આહાર એવા દૂધમાં પણ ફરી એકવાર અમૂલે ભાવવધારો ઝીંક્યો છે. અમૂલ દૂધમાં લીટર પ્રતિદીઠ 2 રૂપિયાનો ભાવ વધારો ઝીંકતા સામાન્ય તેમજ ગરીબ વર્ગના બજેટ પર માઠી અસર પહોંચી છે

બુધવારથી દૂધના નવા ભાવ લાગુ કરવામાં આવશે જેમાં ગુજરાત, દિલ્હી NCR ,મહારાષ્ટ્ર ,પશ્રિમબંગાળમાં ભાવવધારો લાગુ થયો છે 500 મીલી અમૂલ દૂધના ભાવમાં રૂપિયા 1 નો વધારો કરતા નવો ભાવ 31 રૂપિયા પહોંચ્યો છે અમુલ તાજાનુ 500 મીલીનું નવુ ભાવ 25 રૂપિયા પહોંચ્યુ છે. અને એક લીટર દુધનો ભાવ 55 રૂપિયા લાગુ કરવામાં આવ્યુ છે અમૂલ દ્વારા છેલ્લે 1 જુલાઈ 2021ના રોજ ભાવવધારો કરવામાં આવ્યો હતો. તે વખતે પણ દૂધના ભાવ પ્રતિ લિટર બે રુપિયા વધારો કરાયો હતો