લીંબાયત વિધાનસભા વિસ્તારમાં આવેલ વોર્ડ નં- 27 માં જી.ઇ.બી.ના હાઈટેનશન ટાવર અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી
લીંબાયત વિધાનસભા વિસ્તારમાં આવેલ વોર્ડ નં- 27 માં નવાગામ ડીંડોલી ખાતે ખોડલકૃપા, નરોત્તમ નગર મુખ્ય રસ્તા પર જી.ઈ. બી. ના હાઈટેનશન ટાવર રસ્તાની વચ્ચોવચ આવેલા હતા જેનાથી ઘણાં અકસ્માતો થતા હતા અને ગંભીર ઈજાઓ થતી હતી.
છેલ્લા દોઢ વર્ષની રજુઆત નો સુખદ અંત આવ્યો અને આ વિસ્તારમાં જી.ઇ.બી.ના હાઈટેનશન ટાવર અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગઈકાલે ધારાસભ્ય સંગીતા પાટિલે સ્થળ મુલાકાત લીધી હતી સ્થાનિકો માં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો.