કલામહોત્સવ અંતર્ગત તાલુકા /એસ. વી. એસ. કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન આર. એન્ડ. બી. સાર્વજનિક હાઇસ્કૂલ, ડેરોલગામ ખાતે તા. 20/09/2024 ના રોજ કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધાઓમાં શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ ની વિધ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં બાળકવિ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ધો – 9 – A ની વિધ્યાર્થીની રાઠોડ ખુશી હિતેન્દ્રસિંહ એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધો- 11 ની વિધ્યાર્થીની ખેર નિયતિ હરીશકુમાર એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સંગીત ગાયન સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધોરણ-12 ની વિધ્યાર્થીની દેસાઇ સલોની જીગ્નેશકુમાર એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમજ ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ધોરણ – 9 - A ની વિધ્યાર્થીની ચૌહાણ માનસી રાજેશકુમાર એ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો. સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિધ્યાર્થીનીઓને તથા માર્ગદર્શક શિક્ષકોને સમગ્ર શાળા પરિવાર અને શ્રીકાલોલ કેળવણી પ્રચારક મંડળ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.