રાજ્ય સરકારના સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત નિગમ અને વિભાગીય નિયામક કિરીટભાઇ ચોધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અંબાજી ડેપોનાં તમામ કર્મચારીઓ માટે THO દાંતાની ટીમના સહયોગ થી અંબાજી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં અંબાજી એસ.ટી ડેપોના તમામ ડ્રાઈવર - કન્ડક્ટર અને મિકેનીક મિત્રોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતું.અને આ મેડિકલ ચેકઅપ દરમિયાન વધુ સારવાર અથવા તપાસની જરૂરિયાત જણાય તેવા કર્મચારી મિત્રો ને સિવિલ હોસ્પિટલ ખાતે રેફર પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.હાલમાં જ અંબાજી ખાતે માં અંબા ના દરબાર માં ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો જેમાં અંબાજી ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા આવેલ માઈભક્તોની સેવામાં દિવસ રાત ફરજ નિભાવી આ મેળાને નિર્વિઘ્ને પૂર્ણ કરેલ છે.માટે શારીરિક થાક અને કમૅચારીઓના સ્વાસ્થ્યની પણ યોગ્ય ચકાસણી કરીએ જે બાબત જરૂરી કાર્યવાહી પણ થઈ શકે આવા પવિત્ર ઉદ્દેશ્ય થકી આજરોજ એક સફળ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું. જેમાં મેડિકલ ઓફિસર ચંદનસિંહ ચૌહાણ અને તેમની ટીમ હજાર રહેલ હતી. તેમને સાથ સહકાર પૂરો પાડવા અંબાજી એસ.ટી ડેપોના સક્રિય કર્મચારી તેમજ મજૂર મહા સંઘના વિભાગના પ્રમુખ દ્વારા સરસ આયોજન કરી કાર્યક્રમ પૂરો પાડેલ મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન થતાં અંબાજી ડેપો મેનેજર રઘુવિરસિંહ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી