vરાજ્યમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે ઉત્તરગુજરાત , દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે,બનાસકાંઠા,સાબરકાંઠા મહેસાણા, અરવલ્લી, પાટણ, મોડાસા ,મેઘરજ સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇ ઠેર-ઠેર હાઇવે પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.
ઉત્તરગુજરાતમાં ભારે વરસાદથી નદી, નાળાઓ છલકાઇ ઉઠ્યા છે. તેમજ મેઘરાજાની તોફાની બેંટિગથી ખેતરો, ખેદાનમેદાન થઇ ચૂક્યો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જતા ઘરવખરી સમાનને પણ ભારે નુકશાન થયો છે

સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. ડેમમા પાણીના આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇ નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. અને અમીરગઢમાં પાણી ભરાઇ જતા આજુબાજુના ગામડાઓમાં ભારે તારાજી સર્જી છે જેને લઇ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં અરબી લો પ્રેશન સક્રિય થતા આગામી ચાર દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા વ્યકત કરવામાં આવી છે અને 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ગતરોજ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારે ઉકળાટ અને બફરા બાદ બપોરના અરસામાં મેઘરાજાએ અમદાવાદમાં ધામકેદાર બેંટિગ કરી હતી જેને લઇ અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા હતા.