ભાવનગર-તળાજા નેશનલ હાઈવે રોડ પર આવેલા રાજપરા ગામ પાસે પીજીવીસીએલની બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેથી બે યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. અલંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી રહી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ બે યુવાનો ભાવનગર - તળાજા નેશનલ હાઈવે રોડ પર જઈ રહ્યા હતા, તે વેળાએ પીજીવીસીએલ વિજિલન્સ આઈ સી સ્કોવડ બોર્ડ લખેલી બોલેરો કારે બાઈક સવારોને અડફેટે લેતા બંને યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. મળતી માહિતી મુજબ મેહુલભાઈ અને ભરતભાઈ નામના બે યુવાનો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. જોકે, અકસ્માત બાદ પીજીવીસીએલ વિજિલન્સ બોર્ડ આઈ સી સ્કોવડ લખેલું બોલેરો ગાડીના ડ્રાઇવર સ્થળ પર ગાડી મૂકી નાસી છૂટ્યો હતો.અલંગ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી રાજપરા ગામના ભરવાડ પરિવારના બે યુવકોના આ અકસ્માતમાં મોત થયા છે. જો કે અકસ્માતની ઘટના બન્યા બાદ ભાવનગર તળાજા હાઈવે પર લોકોના ટોળેટોળા જામ્યા હતા અને હાલમાં અલંગ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.