ડીસા (મેરૂજી પ્રજાપતિ) બનાસકાંઠાના ખેડૂતો પશુપાલન થકી પગભર થયા છે.પશુપાલકો માટે બનાસડેરી ભગિરથી ગંગા સમાન છે. અને ડેરીના ચેરમેન શ્રી આશુતોષ ભગવાન શંકર સમાન છે. ઉપરોકત ઉક્તિ અતિશયોક્તિ નથી પરંતુ પશુપાલકોને બનાસડેરી દ્વારા જાહેર કરેલો ભાવ વધારો ન મળતા સોશિયલ મીડિયામાં પશુ પાલકો દ્વારા કરવામાં આવેલી અરજ-પોકાર ઉપરથી ઉપરોક્ત વાક્ય લખવાની ફરજ પડેલ છે. 

વાત જાણે એમ છે.કે. બનાસડેરી દ્વારા ભાવ વધારો જાહેર કરાયા બાદ અમુક મંડળી ના મંત્રી-ચેરમેન દ્વારા હજુ સુધી સાધારણ સભા ભરાયેલ નથી તો વળી અમુક મંત્રીઓ એ અદ્રશ્ય સાધારણ સભા ભરી કાગદી ઘોડા દોડાવેલ છે. જેને લઈ પશુપાલકો બળાપો ઠાલવી રહ્યા છે. ત્યારે ભૂતકાળ માં વિવાદો ના એરણે ચડેલ લાખણી તાલુકાની કોટડા દૂધઉત્પાદક મંડળીએ હજુ સુધી ભાવ વધારો નફો ચૂકવ્યો નથી જેને લઈ પશુપાલકોએ સોશિયલ મીડિયામાં શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ રાવ પુકાર કરેલ છે.ઉલ્લેખનીય છે.કે. શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં સહકારી વિભાગ અને સરહદી તાલુકાનો વિકાસ સધાયો છે.જેની વિકાસગાથા શંકરભાઈ ચૌધરીના સમર્થકો, ટેકેદારો જેરીતે વર્ણવી રહ્યા છે.તેરીતે થરાદ જિલ્લો અને રાહ તાલુકો બને તેવો આશાવાદ સેવી રહ્યા છે. અને શ્રી શંકરભાઈ ચૌધરી ને સરહદ ના સરદાર સ્વરૂપે જોઈ રહ્યા છે. ત્યારે જોઈએ પશુપાલક દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કરાયેલ અપીલ.... આપ સાહેબે દૂધ વધારો પણ સારો ફાળયવો છે માતા-બહેનોને આપના પ્રત્યે ગર્વની લાગણી છે.પણ લાખણી તાલુકા ના કોટડા ગામ ની દૂધ મંડળી માં હજું સાધારણ સભા પણ ભરાઈ નથી હજુ લાલીયાવાડી ચાલે છે માતા-બહેનોને પશુપાલન પાછળ જો કે કાળી મજુરી કરી ને દુધાળ પશુઓ પાછળ આખો દીવસ ખર્ચી પશુ ધનનું લાલન-પાલન કરી મહેનત કરવા છતાંય મંત્રી અને ટેસ્ટરો દ્વારા ફેટ ના મળે ત્યારે દુખ લાગે છે સાહેબ ...માતા-બહેનોને એમની પશુ ધન પાછળ કરેલી મહેનતને ન્યાય અપાવવા માટે આપ સાહેબ ને અમુક મંડળી માથે આપના કર્મચારી દ્વારા બાજ નજરરાખીને સાધારણ. સભા ભરાવી અને ગ્રાહકો ને હિસાબ આપવા વિનંતી આપ સાહેબને બે હાથ જોડીને મારી વિનંતી છે.હર હર મહાદેવ 🙏