ડીસા તાલુકાના ભીલડી માર્કેટ્યાર્ડ માં આવેલ પેઢીઓમાં એકી સાથે તસ્કરોએ નિશાન બનાવતા વેપારીઓમાં ફડફડાટ..

દિનપ્રતિદિન ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભીલડીમાં તસ્કરો સક્રિય બની અને ભીલડીમાં અવાર નવાર ચોરીઓના બનાવ વધી રહ્યા છે. તસ્કરો જાણે કે ભીલડી પોલીસને ખુલ્લો પડકાર ફેકતા હોય તેમ ગત રવીવાર ની રાત્રે ભીલડી મોરારજી માર્કેટયાર્ડ માં આવેલા પાંચ પેઢીઓમાં અને દુકાનોને નિશાન બનાવી તસ્કરો દ્રારા ચોરીના પ્રયાસો કરેલ પરંતુ લાંબુ કઇ હાથમાં ન આવતા વિલાં મોઢે પાછા ફર્યા હતા. જેમા ભીલડીમાં ૧. હીગળાજ ટ્રેડીંગ પ્લોટ નં ૫૮ ની દુકાનમાં તાળું તોડવાની પ્રયાસ કરેલ જેમાં નિષ્ફળતા મળી હતી. જ્યારે ૨ ક્ષેમકંરી ટ્રેડીંગ કંપની પ્લોટ નં ૬૦ ની દુકાનનો નકુચો તોડી અંદર પડેલ તિજોરી આડી પાડી તોડી હતી. જેમાં કઇ ન હોવાથી તસ્ક્રરોને નિરાશા મળી હતી. ૩ જ્યારે સેમોજકૃયા ટ્રેડીંગ કંપની પ્લોટ નં ૬૫ ની દુકાનમાંથી તિજોરી તોડી રૂપિયા 3 હજાર ની પરચુરણ લઇને ચોરોએ સંતોષ માણ્યો હતો. જેમાં તેની બાજુમા આવેલ ૪.મોદી ટ્રેડર્સ પ્લોટ નં ૬૯ દુકાનનો નકુચો તોડી રૂપિય એક હજાર ની પરચુરણ લઇ ગયા હતા. જ્યારે ૫ ભવન ટ્રેડર્સ પ્લોટ નં ૬૮ ની દુકાનની પેઢીમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. 

આમ ભીલડી માર્કેટયાર્ડમાં એક જ રાતના ૫ દુકાનો ને તસ્કરો દ્રારા નિશાન બનાવતા ભીલડી પોલીસ મથકે માર્કેટના વહેપારી લાલાભાઇ લખીરામભાઇ જોષી દ્રારા જાણવા જોગ અરજી આપેલ છે. અને ભીલડી પોલીસ એ તપાસ નો ધમધમાટ શરુ કરી સીસિટીવી ફુટેજ તપાસ કરતા ૪ ઇસમો સીસીટીવી ફુટેજ મા કેદ થયા હતા.