ગોધરા તાલુકાની મોરડુંગરા ક્લસ્ટરની મોરડુંગરા પ્રાથમિક શાળાના શિક્ષક રંજનબેન માલીવાડને ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરડુંગરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા અર્થે કરાયેલ કાર્યોને ધ્યાને રાખીને ૧૫મી ઓગષ્ટ સોમવારના રોજ સી.આર.સી.કો.ઓ. પ્રવીણભાઈ કટારા, આચાર્ય તેમજ એસ.એમ.સી.ના હસ્તે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક રંજનબેન માલીવાડે કોવિડ-૧૯ દરમિયાન હોમ લર્નિંગ, અસરકારક ફળિયા શિક્ષણ, વાલી મુલાકાત,વોટ્સએપ કસોટી, G-Shala તેમજ માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણયજ્ઞને પ્રજ્વલ્લીત રાખ્યો છે. તેમનું શૈક્ષણિક, સામાજિક અને સાહિત્યિક યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. શાળાના આચાર્ય,શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા શાલ, પુષ્પગુચ્છ અને ફુલહારથી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं