ખાંભાના દૂર્લભનગર સોસાયટી દ્વારા 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના કર્યા બાદ બપોર ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ખાંભાના દુર્લભનગર સોસાયટીમાં વિધ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં 10 દિવસ વિધ્નહર્તાની પૂજા અર્ચના અને દરરોજ મહિલા મંડળ દ્રારા ધૂન ની રમઝટ તેમજ ડાક ડમરું ના કાર્યક્રમ, રામાં મંડળ,ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આજે 10 દિવસ વિધ્નહર્તાની પૂજા અર્ચના બાદ ગણેશ વિસર્જન કરવામાં આવેલ દરેક સ્થાનો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ગણેશ વિસર્જન યાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. છેલ્લા દસ દિવસથી રંગેચંગે ઉજવાયેલા ગણેશોત્સવમાં લોકોની શ્રધ્ધા અને ભકિતનાં દર્શન થયા હતા. ઠેરઠેર સાંજે મહાઆરતી તથા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ.વિસર્જન શબ્દ સંસ્કૃતના શબ્દ સાથે મળીને બન્યો છે, જેનો અર્થ થાય છે 'પાણીમાં વિલીન થવું', આ સન્માન સૂચક પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવા માટેનો છે કે માણસ જે પંચતંત્વથી મળીને બન્યો છે, એક દિવસ તેમા જ વિલિન એટલે કે ભળી જશે. આમ ગણેશ વિસર્જન યાત્રામાં શ્રધ્ધા - ભકિતના દર્શન સાથેગણપતિ દાદાની પ્રતિમાને જળમાં પધરાવીને અગલે બરસ તુ જલ્દી આના સુરો સાથે દુંદાળા દેવને આપી વિદાય આપવામાં આવી.ગણેશ વિસર્જન યાત્રામાં દુર્લભનગર ના તમામ ભાવિક ભક્તો એકસંપ અને અનેરા ઉત્સાહ સાથે ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમ દુર્લભનગર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.