હાલ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન ૨૦૨૪ સમગ્ર દેશમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલીડા ગામના તમામ લોકો , બહેનો અને યોવાનોએ ભાજપની સદસ્યતા નોંધણી કરાવી જાલીડા ગામની ભાજપની સદસ્યતા નોંધાવતું સૌપ્રથમ સમસ્ત ગામ બનાવેલ છે.

       સમસ્ત ગામ લોકોની સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર તથા જગદીશભાઈ રબારી, ભૂપતભાઈ હાડગરડા, ગોવિંદભાઈ લોહ અને વૃંદાવન યુવા ગ્રુપે ખાસ જહેમત ઉઠાવી હતી. આ તકે સમસ્ત ગામ લોકો દ્વારા શ્રીમતી જીજ્ઞાસાબેન મેરનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યૂ હતું.