ખેડબ્રહ્માના હિંગટીયા પ્રા.શાળામાં સર્જન ફાઉન્ડેશન દ્વારા 18મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના હિંગટીયા પ્રા.શાળામાં શ્રીમતી શાંતાબેન અને જયંતીલાલ જે. ચોકસીના સ્મરણાર્થે સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 18મો નેત્ર નિદાન કેમ્પ સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં 720 જેટલા દર્દીઓને આંખોની તપાસ કરવામાં આવી હતી.જેમાંથી 438 જેટલા દર્દીઓને રાહતદરે નંબરનાં ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું.જ્યારે મોતિયા,વેલ અને નાસુરના 87 જેટલા દર્દીઓને વિનામૂલ્યે શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ. ઇડર ખાતે ઓપરેશન કરી આપવામાં આવશે ત્યારે સમગ્ર કેમ્પનું આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર શ્રીઅશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું.આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય શ્રી, સ્ટાફ મિત્રો તેમજ આંખનાં મદદનીશ ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી