અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સતત 9 માં વર્ષે સ્થાપના કરવામાં આવી છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સમગ્ર દેશની અંદર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે દર વર્ષની જેમ અમદાવાદ શહેરમાં પણ ભગવાન ગણેશનો આ તહેવાર અતિધામ-ધૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે.
આમ તો ગણેશ ચતુર્થીએ આનંદ, ભક્તિ અને એકતાનો સમનવય છે. ભક્તો પણ ભગવાનની પૂજા અર્ચના અને સ્તુતિ કરી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ
ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી
ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે.શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નું આ 9 મુ વર્ષ છે.. દર વર્ષની જેમ આ વર્ષે પણ સવાર સાંજ ગણપતિજીની પૂજા અર્ચના ભક્તિભાવ પૂર્વક કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન આજ રોજ બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા વિવેકાનંદ નગરમાં વસતા રહીશો ભવ્ય આરતીનો લાભ મેળવી શકે તે માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ સાથે સાથે છપ્પન ભોગ નો પ્રસાદ બાપ્પાને અર્પણ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં વિવેકાનંદ નગરનાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતીનો લાભ લીધો હતો.મહા આરતી બાદ વિવેકાનંદ નગર નાં રહીશો માટે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યકમ સોસાયટીના રહીશોએ સાથે મળીને ધામધૂમ પૂર્વક મનાવ્યો હતો.