શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમુહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી,અંબાજી ખાતે ભાદરવી મહામેળા ચાલી રહ્યો છે. જ્યારે વભાદરવી મહામેળાના પ્રથમ દિવસે 1,91,220 જ્યારે બીજા દિવસે 3,05,724 જ્યારે ત્રીજા દિવસે 4,89,318 અને ચોથા દિવસે સાંજે 5 વાગ્યા સુધી માં 6,48,807 જેટલા ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ,અંબાજી ભાદરવી મહામેળા 2024ના દૈનિક ડેટા ગણતરી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભાદરવી મેળાના ચોથા દિવસે તારીખ:-15/9/2024ના રોજ સાંજે પાંચ કલાક સુધી 6,48,5454 યાત્રિકોની સંખ્યા નોંધાઇ હતી જ્યારે ચાર દિવસ દરમિયાન કુલ 16,36,307 જેટલા લોકો અંબાજી પહોંચ્યા હોવાનો તંત્રના ચોપડે નોંધાયું હતું જ્યારે આ ચાર દિવસ દરમિયાન જ્યારે ઉડાન ખટોલા માં યાત્રિકોની સંખ્યા 31,738 અંબાજી મંદિરમાં ધ્વજારોહણ 1882 જ્યારે ભોજન પ્રસાદ કરનાર યાત્રીકોની સંખ્યા 2,76,261 અને પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા મોહનથાળ 11,16,636 જ્યારે ચીકી પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા 20,166નું વેચાણ થયું છે. જ્યારે ચોક્કસથી કહી શકાય કે ચાર દિવસ દરમિયાન કુલ 16.080 ગ્રામ અંબાજી મંદિરમાં સોનાની આવક થઈ છે.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી