ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत से मोबाइल फोन का निर्यात पहुंचा 11 अरब डालर पार, कुल निर्यात में आधी एप्पल की हिस्सेदारी
नई दिल्ली, भारत से मोबाइल फोन का निर्यात 11.12 अरब डालर के करीब पहुंच गया है। उद्योग संगठन इंडिया...
Mobile Addiction and New Generation
The modern era is the era of information technology. Electronic devices like robots and...
नोवनेरा डेम के गेटों की होगी टेस्टिंग, बांध में होगा जलभराव, 8सितंबर से 12 सितंबर तक स्टेट हाइवे 70 पर आवागमन रहेगा बंद
इटावा
नोवनेरा - ऐबरा बांध से जुड़ी बड़ी खबर डेम के गेटों की होगी टेस्टिंग।...
ચોટીલા પંથકમાંથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખનાર સામે કડક પગલા લઇ તેમને ઝડપી પાડવાની જિલ્લા પોલીસ...