રાજ્યમાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમનાં સભ્યોએ વઢવાણ તાલુકાના લટુડા ગામ તેમજ ધાંગધ્રા તાલુકાના ગંજેડા ગામની મુલાકાત લીધી હતી. આ તકે ટીમના સભ્યો મિલેટ ડેવલપમેન્ટ, જયપુરના નિયામક ડો. સુભાષ ચંદ્ર, ગ્રામ્ય વિકાસ વિભાગના નાયબ નિયામક તિમન સિંઘ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશિક અધિકારી-કાર્યપાલક ઈજનેર શ્રી સૌરવ શિવહરેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી.તેમજ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ગામમાં કયા ક્યાં પાકોના વાવેતર થાય છે?, ક્યાં-ક્યાં પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે?, કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે?, બિયારણોમાં કેટલાની નુકસાની ગયેલ છે? સહિતની ખેડૂતોને સ્પર્શતી ઝીણવટભરી બાબતોની પૃચ્છા કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ખેતીવાડી વિભાગના નિયામક એસ.જે.સોલંકી, ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ, વઢવાણ મામલતદાર, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન શિરોયા, ધાંગધ્રા મામલતદાર, ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ, આત્મા ડાયરેકટર ભરત પટેલ, પી.જી.વી.સી.એલ. વિભાગ સહીત સંબધિત તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उर्फी जावेद का नया अवतार देखते ही दीवाना हुआ ये शख्स, सरेआम कह दिया ' I Love You'
सोशल मीडिया सेंसेशन बन चुकी उर्फी जावेद आए दिन अपने वीडियो और फोटोज के चलते सोशल मीडिया पर छाई...
ಬೆಳಗಾವಿಯಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು 'ಚನ್ನಮ್ಮನ ಕಿತ್ತೂರು ಉತ್ಸವ'ದ ಜ್ಯೋತಿ ಯಾತ್ರೆಗೆ ಚಾಲನೆ ನೀಡಿದರು.
ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ, ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲಾಡಳಿತ ಆಯೋಜಿಸಿದ್ದ ಚನ್ನಮ್ಮನ ಕಿತ್ತೂರು ಉತ್ಸವದ ಜ್ಯೋತಿ...
Vivo ला रहा है 3D कर्व्ड एमोलेड डिस्प्ले फोन, Vivo T3 Pro 5G इस दिन होगा लॉन्च
वीवो अपनी T Series में एक नया फोन ला रहा है। वीवो भारत में Vivo T3 Pro 5G फोन को लॉन्च कर रहा है।...
8 हजार से कम में ये कंपनी लॉन्च करेगी 256GB स्टोरेज और 12GB वाला स्मार्टफोन, एकदम तगड़े मिलेंगे फीचर्स
itel ने किफायती कीमत में कई स्मार्टफोन लॉन्च किए हैं। इन दिनों कंपनी एक सस्ते फोन पर काम कर रही...