રાજ્યમાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમનાં સભ્યોએ વઢવાણ તાલુકાના લટુડા ગામ તેમજ ધાંગધ્રા તાલુકાના ગંજેડા ગામની મુલાકાત લીધી હતી. આ તકે ટીમના સભ્યો મિલેટ ડેવલપમેન્ટ, જયપુરના નિયામક ડો. સુભાષ ચંદ્ર, ગ્રામ્ય વિકાસ વિભાગના નાયબ નિયામક તિમન સિંઘ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશિક અધિકારી-કાર્યપાલક ઈજનેર શ્રી સૌરવ શિવહરેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી.તેમજ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ગામમાં કયા ક્યાં પાકોના વાવેતર થાય છે?, ક્યાં-ક્યાં પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે?, કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે?, બિયારણોમાં કેટલાની નુકસાની ગયેલ છે? સહિતની ખેડૂતોને સ્પર્શતી ઝીણવટભરી બાબતોની પૃચ્છા કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ખેતીવાડી વિભાગના નિયામક એસ.જે.સોલંકી, ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ, વઢવાણ મામલતદાર, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન શિરોયા, ધાંગધ્રા મામલતદાર, ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ, આત્મા ડાયરેકટર ભરત પટેલ, પી.જી.વી.સી.એલ. વિભાગ સહીત સંબધિત તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દમણમાં કોસ્ટગાર્ડ દ્રારા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કરાઇ મોટી સંખ્યામાં લોકોને જોડવામાં આવ્યા
દમણમાં કોસ્ટગાર્ડ દ્રારા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કરાઇ મોટી સંખ્યામાં લોકોને જોડવામાં આવ્યા
ભારત પાકિસ્તાનની મેચ યુવાનો સાથે ચર્ચા ભારતના જીતની આશા 2022 | Spark Today News Vadodara
ભારત પાકિસ્તાનની મેચ યુવાનો સાથે ચર્ચા ભારતના જીતની આશા 2022 | Spark Today News Vadodara
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વોર્ડમાં બનાવેલા પાર્ટી પ્લોટનું શ્રી અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ નામાભિધાન કરાયું
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વોર્ડમાં...
મરીન પીપાવાવ પોસ્ટે ઘરફોડ ચોરી ના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી , ૩ ત્રણ આરોપીઓને ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડતી મરીન પીપાવાવ પોલીસ ટીમ
તા .૨૮ / ૧૦ / ૨૦૨૨ ગઇ તા ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રી ના બાર વાગ્યા થી ત્રણ વાગ્યા દરમ્યાન ખેરા...
Gadhada||રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું #news #jigneshmewani #dalitnews
Gadhada||રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું #news #jigneshmewani #dalitnews