કાલોલ તાલુકાના પીંગળી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આજરોજ ભાદરવા સુદ દસમના દિવસે પાંચ વર્ષથી ચાલતી પરંપરાગત અનુસાર પીગળી ના સમસ્ત ગ્રામજનો દ્વારા રામદેવપીરના મંદિરે નેજા ચડાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી સમસ્ત પીગળી ના ગ્રામજનો દ્વારા પાંચ વર્ષ થી ચાલતી પરંપરાગત અનુસાર સવારે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામદેવપીરના મંદિરે રામદેવપીર નો હિંડોળો હિચકે ઝુલાવી પછી ડીજે અને બગી સાથે રામદેવપીર ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમસ્ત ગામના આગેવાનો દ્વારા ઘરેથી રામદેવપીરના નેજા લઇ શોભાયાત્રામાં બો મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના ગામના પણ ગ્રામજનો જોડાયા હતા અને સમસ્ત પીગળી ગામના યુવાનો મહિલાઓ અને નાના નાના ભૂલકાઓ ડીજેના તાલે નાચતે ગાજતે આખું પીગળી ગામ ભજનોથી ગુંજી ઉઠ્યું હતું અને આખા ગામમાં ભવ્ય શોભા યાત્રા ફેરવી હતી અને છેલ્લે બાબા રામદેવપીર ના મંદિરે આરતી ઉતારી પ્રસાદ લઈ ને નેજા ચડાવવામાં આવ્યા હતા.