અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય એમ ગુનાખોરી વધી રહી છે. છાશવારે હત્યા અને મારધાડના સમાચારો સામે આવી રહ્યાં છે, હવે શહેરમાં અપહરણની ઘટના ઘટી છે. શહેરના બોપલમાંથી અમદાવાદના યુવકનું કારમાં અપહરણ થયું હતું. જાણ થતા યુવકને નિકોલ પાસે મૂકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વેળાવદર ગામે રહેતા અને USDT ટ્રાન્જેક્શનનું કામકાજ કરતા યુવક વિક્રમસિંહ માનભા ચાવડાને આરોપી રિકેશ પટેલે ઇથેરિયમ કોઈન USDT માં ટ્રાન્સફર કરવા માટે અમદાવાદ બોલાવ્યો હતો.રિકેશ પટેલે ટેલિગ્રામ ચેનલ મારફતે વિક્રમસિંહનો સંપર્ક કર્યો હતો.વકીલ સાહેબ બ્રિજ પાસે આરોપીઓએ વિક્રમસિંહનો મોબાઈલ ઝુંટવી તેમાં આઈડી-પાસવર્ડ દ્વારા 20 લાખના ઇથેરિયમ કોઈનને ટ્રાન્સફર કર્યા હતા અને સાથે USDT કોઈન ટ્રાન્સફર કરવાનું કહેતા યુવકે આરોપીઓની વાત માની ન હતી.આરોપીઓએ આ યુવકનું અપહરણ કર્યું તેમજ કારમાં માર મારી તેમજ તમંચા જેવું હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ભોગ બનનાર યુવકે તેના કાકાના દીકરા ભાઈ પાસે ફોન કરી મંગાવ્યા હતા.સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા નિકોલ પાસે યુવકને મૂકીને ભાગી ગયા હતા. પોલીસે યુવકની સાથે સુમિત ગોસ્વામી નામના યુવકને ઝડપી પાડ્યો હતો, સાથે ફરાર 9 લોકો સામે અપહરણ, મારામારી અને આર્મ્સ એક્ટ હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
News | અંબાજી પહોચ્યા પડિત ધીરેન્દ્ર શાસ્ત્રી | VR LIVE
News | અંબાજી પહોચ્યા પડિત ધીરેન્દ્ર શાસ્ત્રી | VR LIVE
Shah Rukh Khan 58th Birthday: शाहरुख खान को विश करने Mannat के बाहर लगा जमावड़ा | वनइंडिया हिंदी
Shah Rukh Khan 58th Birthday: शाहरुख खान को विश करने Mannat के बाहर लगा जमावड़ा | वनइंडिया हिंदी
ગોત્રી પ્રિયા સિનેમા રોડ વૃદ્ધનો મૃ-તદેહ મળી આવતા ચકચાર 2022 | Spark Today News Vadodara
ગોત્રી પ્રિયા સિનેમા રોડ વૃદ્ધનો મૃ-તદેહ મળી આવતા ચકચાર 2022 | Spark Today News Vadodara