સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં તસ્કરો ત્રાટકયા હતા અને તીર્થંકર ભગવાન શાંતિનાથ દાદાની પંચ ધાતુની મુર્તી તથા રોકડ મળી કુલ રૂ. 4 હજારની મત્તા ચોરી કરી લઈ ગયા છે. દેરાસરના ટ્રસ્ટીએ લખતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન અને માતાજીના મંદિરો પણ સુરક્ષિત નથી. જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રખ્યાત શીતળા માતાજીના મંદિરે અવારનવાર ચોરીનો બનાવ બને છે.જયારે થોડા દિવસ પહેલા લખતરના દેવળીયા ગામે પુજારીના ઘરેથી રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના ઘરેણાં ચોરાયા હતા. ત્યારે લખતરના વણામાં જિનાલયમાં ચોરીની ઘટના બની છે.મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં રમેશભાઈ નરોત્તમભાઈ ચૌહાણ પુજારી તરીકે છે. તેઓ સાંજે જિનાલયને તાળુ મારી ચાવી સાથે લઈ જાય છે. તા. 12મીના રોજ સવારે તેઓ દેરાસરને જતા તાળા તુટેલા જોવા મળ્યા હતા. આથી તેઓએ સુરેન્દ્રનગર રહેતા જિનાલયના ટ્રસ્ટી પ્રકાશભાઈ ત્રંબકલાલ ધોળકીયાને ફોન કરતા તેઓ દોડી ગયા હતા.તપાસ કરતા તીર્થંકર ભગવાન શાંતીનાથ દાદાની પંચધાતુની મૂર્તી જેની કિંમત આંકી ન શકાય પરંતુ હાલ તેનું બજાર મુલ્ય 3 હજાર અને રોકડા રૂપીયા 1 હજાર મળી કુલ રૂપીયા 4 હજારની મત્તા ચોરાઈ હતી. ચોરી અંગે લખતર પોલીસ મથકે પ્રકાશભાઈ ધોળકીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ વાય.પી.પટેલ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી રાજકમલ ચોકમા ઘારા સભ્ય પરેશ ઘાનાણી ની ઉપસ્થિતિમાં તીરંગા વિતરણ કરાયા
અમરેલી રાજકમલ ચોકમા ઘારા સભ્ય પરેશ ઘાનાણી ની ઉપસ્થિતિમાં તીરંગા વિતરણ કરાયા
মৰাণত ৰাজ্যিক পৰ্য্যায়ত অনুষ্ঠিত ১৩বছৰ অৰ্নুধ য়ুথ লীগ ফুটবল প্ৰতিযোগিতাত মৰাণ দল বিজয়ী।
অসম ফুটবল এচছিয়েছনৰ উদ্যোগত মৰাণত ৰাজ্যিক পৰ্য্যায়ত অনুষ্ঠিত ১৩ বছৰ অনুৰ্ধ য়ুথ লীগ ফুটবল...
गौतम अडाणी पर न्यूयॉर्क में धोखाधड़ी-रिश्वत देने का आरोप:दावा- सोलर एनर्जी कॉन्ट्रैक्ट पाने के लिए भारतीय अधिकारियों को ₹2110 करोड़ देने का वादा किया
न्यूयॉर्क की फेडरल कोर्ट में हुई सुनवाई में गौतम अडाणी समेत 8 लोगों पर अरबों की धोखाधड़ी और...
সোণাৰিত নিচা মুক্তি কেন্দ্ৰত এজনৰ মৃত্যুক কেন্দ্ৰ কৰি চাঞ্চল্য
সোণাৰিত নিচা মুক্তি কেন্দ্ৰত এজনৰ মৃত্যুক কেন্দ্ৰ কৰি চাঞ্চল্য
সোণাৰিৰ বৰাহী চাৰিআলি স্থিত এটা...
દેશમાં ધીમી પડી કોરોનાની ઝડપ; છેલ્લા 24 કલાકમાં 3011 નવા કેસ સામે આવ્યા, જાણો તાજેતરના આંકડાઓ
ઓક્ટોબરની શરૂઆત સાથે જ દેશમાં કોરોનાની ઝડપ પણ ધીમી થવા લાગી છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના...