હરીજ પોલીસે બાતમી ના આધારે વિદેશી દારૂ ભરેલી ગાડી તેમજ ત્રણ ને દબોચી લીધા.

બોરતવાડા થી જુનામાકા જવાના માર્ગ ઉપર આવેલ કેનાલ નજીક વિદેશી દારૂ ભરી શિફ્ટ ગાડી જતી હોવાની હારીજ પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી વોચ રાખી હતી ત્યારે આ ગાડી નીકળતા તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની મળી આવેલ મારુતિ સ્વીફ્ટ ગાડી નંબર GJ-06-FC.3659 ને હારીજ પોલીસ સ્ટેશન ગાડી લાવી તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયર બોટલો નંગ 792 જેની કિંમત એક લાખ પાંચ આઠસો ચાલીસ રૂપિયા અને ત્રણ મોબાઈલ જેની કિંમત છ હજાર પાંચશો અને ગાડી ની કિંમત ત્રણ લાખ રૂપિયા કુલ મળી 4.12.340 લાખ ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.