વઢવાણ નાડોદા બોડીંગ સામે 10 હીરાબાગ સોસાયટીમાં દીકરાની સાથે રહેતા 70 વર્ષના નિવૃત્ત વૃદ્ધે વઢવાણમાં રહેતા જમાઇના ઘરે તા. 11-9-2024ની અંદાજે સવારે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં મૃતકના દીકરાએ તેના સાસુ અને પત્નીના ત્રાસથી ફાંસો ખાધો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વઢવાણ નાડોદા બોડીંગ સામે 10 હીરાબાગ સોસાયટીમાં રહેતા 40 વર્ષના હિમાંશુભાઈ મણીલાલ સોલંકીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, મારા લગ્ન તા. 27-1-2005ના રોજ મૂળી તાલુકાના ટીર(પરમાર) રહેતા દક્ષાબેન ખેંગારભાઈ રાઠોડ સાથે થયા હતા. લગ્નગાળા દરમિયાન સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી છે. આજથી 5-6 વર્ષ પહેલા મારી પત્ની દક્ષા ફોનમાં મોડી રાત સુધી સતત કોઇની સાથે વાતચીત કરતી હતી. આથી શંકા જતા મોબાઇલની કંપનીમાં પત્નીના મોબાઇલ નંબરની 2 મહિનાની કોલ ડિટેઇલ મેળવતા તે મોબાઇલ નંબર હિમાંશુભાઈએ તેમના મોબાઇલ ફોનમાં ટુકોલરમાં સર્ચ કરતા આ નંબર ગીતાબા લખેલ આવતું હતું. હું અને મારા પિતા અઠવાડીયાથી મારા બનેવીના ઘેર રહેતા હતા.મૃતકના દિકરા હિમાંશુએ ફરિયાદમાં જણાવ્યું કે, મારી પત્ની તથા સાસુના ત્રાસથી મારા પિતા છેલ્લા 15 દિવસથી અમારા સગાવ્હાલાઓના ઘરે રહે છે. છેલ્લાં અઠવાડીયાથી હું તથા મારા પિતા મારા પત્નીના ત્રાસથી મારું ઘર મૂકી મારા બનેવી હિંમતભાઈ રતીલાલ પરમાર જે વઢવાણ નવાદરવાજા બહાર વાડી પ્લોટમાં રહે છે તે ઘરે રોકાવવા માટે આવ્યા હતા. પીએમ દરમિયાન ખિસ્સામાંથી ચીઠ્ઠી મળી હોવાની વિગતો બહાર મણીલાલ સોલંકીએ ફાંસો ખાતા 108 દ્વારા વઢવાણ સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તેઓને તપાસતા મૃત જાહેર કર્યા હતા. મૃતદેહના પીએમ દરમિયાન ખિસ્સામાંથી ચીઠ્ઠી મળી આવી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं