ફતેપુરા તાલુકામાં આન બાન અને શાન થી 76માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, વરસતા વરસાદમાં પલળતા જયને પણ લોકો એ ઉજવણી કરી,
ફતેપુરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ આફવા ગામેં પ્રાથમિક શાળામાં યોજાયો હતો, પુરવઠા મામલતદાર સુજલ ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શરદભાઈ વકીલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકા કુમારશાળા ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપ પ્રમુખ ડો.અશ્વિન પરગી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ફતેપુરા ગ્રામ પંચાયત કચેરીએ સામાજીક કાર્યકર્તા અને અગ્રણી એવા મહંમદરફીક શેખ ઉર્ફે રફીકભાઇ ગુડાલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,
ત્યારબાદ તેઓએ તેમના વકતવ્યમાં ભારતદેશની આઝાદી માટે બલીદાન આપનાર તથા શહીદ થનાર તમામને યાદ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
તથા તેઓને ધ્વજવંદન કરવાનુ સન્માન આપવા બદલ સરપંચ મનોજભાઇ કલાલ તથા સભ્યો વિશાલભાઇ નહાર, દિલીપભાઇ પ્રજાપતિ, કેવલભાઇ પંચાલ વગેરેનો આભાર માન્યો હતો. ફતેપુરા તાલુકા સરકારી કન્યા શાળા ખાતે ડે.સરપંચ ફારૂક ગુડાલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કરોડીયા પૂર્વ મુખ્ય પ્રાથમિક શાળા અને નાના ગડા પ્રાથમિક શાળા ખાતે સરપંચ રાધિકાબેન નિનામાં દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ફતેપુરા જુમ્મા મસ્જિદ ખાતે ફતેપુરા નગરના અગ્રણી અંબાલાલ પંચાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ફતેપુરા સહકારી મન્ડળી ખાતે ચેરમેન ડો. અશ્વિન પારગી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ફતેપુરાની વાત્સલ્ય સ્કુલ ઓફ નોલેજ ખાતે પશ્ર્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ફતેપુરા ટચ ધ લાઈટ સ્કૂલ ખાતે ટ્રસ્ટી અલકેશ પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તાલુકા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમગ્ર તાલુકો દેશભક્તિના રંગમાં રંગાયો હતો.