ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટીના ઉમેદવારે ખેડૂતો માટે સોગંદનામુ રજૂ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઈ પટેલે ખેડૂતો માટે સોગંદનામુ રજૂ કર્યું છે ખેડૂતોના હક માટે લડત આપતું "ગુજરાત કિસાન સંગઠન" ને બાહેધરી આપી સોગંદનામુ રજૂ કર્યું હાલ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજી પટેલ દ્વારા ખેડૂતોના હિત માટે કાર્ય કરવા માટે સોગંદનામુ જાહેર કર્યું છે સોગંદનામાં જણાવ્યા અનુસાર ધ્રાંગધ્રા વિધાનસભા માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઈ પટેલની જીત થશે તો તેઓ દ્વારા સતત પાંચ વર્ષ સુધી ખેડૂતો માટે પાક વીમા યોજના, ૧૨ કલાક ૩૬૫ દિવસ વીજળી, તેમજ નર્મદાના નીરનું પાણી પહોંચાડવા, સહિતની ખેડૂતો લક્ષી યોજનામાં સતત પાંચ વર્ષ કામ કરશે એવું ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજી પટેલે સોગંદનામુ રજૂ કર્યું છે વાઘજી પટેલ દ્વારા ખેડૂતો માટે સોગંદનામુ રજૂ કરાતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે હાલ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે સોગંદનામુ રજૂ કરાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે