ગરબાડાના યુવકે 3.50 લાખ આપીને ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કર્યા, 1 માસ બાદ યુવતી પહેલો પતિ સામે આવ્યો. ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 )

સંતાનના લગ્ન કરાવાના દરેક માતાપિતાને અરમાન હોય છે. અને પોતાના સંતાન માટે યોગ્ય પાત્ર પણ શોધતા હોય છે. અને યોગ્ય પાત્ર શોધતા શોધતા ક્યારેક વચેટિયાઓના ચક્કરમાં ફસાઈ જઈ ઉત્તરપિંડી નો ભોગ બનતા હોય છે. ત્યારે આવોજ એક કિસ્સો ગરબાડા નગરમાં બન્યો છે. સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469ગરબાડાના એક પરિવારે માતબર રકમ પણ ગુમાવી, અને પોતાના પુત્રની પત્ની પણ ગુમાવી છે.

દાહોદ જિલ્લાના ગરબાડા નગરના એક પરિવારે તેમના પુત્રના એક માસ પહેલાં ઉજ્જૈનની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતાં. અને મંગળવારે તેમના ઘરે ઘસી આવેલા એક યુવકે તે આ લગ્ન કરીને લાવેલી યુવતીનો પતિ હોવાનો દાવો કરવા સાથે તેના બે બાળકો હોવાનું પણ જણાવતાં પરિવારના પગતળેથી જમીન ખસી ગઇ હતી. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પરંતુ ગરબાડાના પરિવારે સાડા ત્રણ લાખ રૂપિયા આપીને તેમના પુત્રના આ યુવતી સાથે ફુલહાર કરાવ્યા હતા.

ગરબાડા નગરમાં રહેતાં દિશાંક પંચાલના લગ્ન 12 ઓગષ્ટ 2024 ના રોજ ઉજ્જૈનની પીન્કી નામક યુવતી સાથે થયા હતાં. રાજસ્થાનના સજ્જનગઢના દિશાંકના સબંધિએ યુવતી શોધી હતી. અને તેને પણ રતલામના કોઇ પાટીદાર યુવકે સંપર્ક કરાવ્યો હતો. આ પાટીદાર યુવકે ઉજ્જૈનમાં રહેતી સીમા નામની યુવતીનો સંપર્ક કરાવતાં, આ બંનેના લગ્ન ગોઠવાયા હતાં. દિશાંક અને તેના પરિવારને ઉજ્જૈન બોલાવીને તેમની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતાં. અને ત્યાં કોઈ માતાજીના મંદીરમાં આ બંનેના ફુલહાર કરાવ્યા હતા. 

ત્યારબાદ 10 સપ્ટેમ્બર 2024 ના રોજ દિશાંકના ઘરે પીન્કીનો ભાઇ વિશાલ આવ્યો હતો. ત્યાર બાદ તેની પાછળ આવેલા ત્રણ યુવકો પૈકીના એકે અરૂણ ગુજ્જર તરીકે પોતાની ઓળખ આપી હતી. અને તેને તે પીન્કીનો પતિ હોવાનો દાવો કર્યો હતો. 

આ મામલો અંતે પોલીસ મથકે જતાં અરુણે પિન્કી તેની પત્ની થતી હોવાની અને તેના બે બાળકો હોવાની રજૂઆત સાથે 6 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈન પોલિસ સ્ટેશનમાં પત્ની ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ પણ કરાવી હોવાનો પુરાવો પોલીસને બતાવ્યો હતો. અને તે પીન્કીનો પતિ હોવાનો પુરાવો પોલીસને બતાવ્યો હતો અને પીન્કી સાથેના તેના લગ્નના ફોટા તેમજ વકિલની નોટરી પણ બતાવી હતી. 

નગરમાં બનેલી આ ઘટના પગલે પોલીસ સ્ટેશનમાં લોકટોળા ભેગા થઇ ગયા હતાં. 

તો બીજી તરફ દિશાંક સહિતના પરિવારજનોને છેતરાયાની હોવાની લાગણી થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લગ્નને એક માસ જેટલો સમય થયો છતાં પણ દિશાંકે ઉજ્જૈનમાં પોતાની સાસરીનું ઘર પણ જોયું ન હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, પિન્કીનો પતિ હોવાનો દાવો કરનાર યુવકની પત્ની ગુમશુદાની ફરિયાદના આધારે ગરબાડા આવેલી ઉજ્જૈન પોલીસ મોડી સાંજે પિન્કીને તેમની સાથે ઉજ્જૈન લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.