કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન થી પીંગળી ફાટક સુધીનો રોડ ચોમાસામાં સાવ જ તૂટી ગયો છે જેને લઇ વકીલ પુનમચંદ સોલંકી દ્વારા લેખીત તેમજ મૌખિક રોડ રસ્તાઓને લઇ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમાં ડેરોલ સ્ટેશન વચ્ચે પસાર થતો રોડ ઉપર પંદરેક દિવસથી પ્રવિણ પોટરીની દીવાલ ઉપરથી રોડ ઉપર વૃક્ષ નમી પડેલ જેની તંત્ર દ્વારા તસ્દી લીધી નથી અને ડેરોલ સ્ટેશન થી પીંગળી ફાટક સુધીનો રોડની વચ્ચોવચ્ચ નાના ખાડાઓમાં વરસાદી પાણીને લઇ તળાવનું નિર્માણ થયું હોય તેવું રોડની વચ્ચે વરસાદી પાણીના ભરાવાને કારણે ઉત્પન્ન થયેલી નવી સમસ્યા છે ત્યારે ડેરોલ સ્ટેશનથી પીગળી ફાટક સુધીના જોડતો અંદાજીત એક કિમીના રોડનું અગમ્ય કારણોસર રોડનું કામ અધૂરું મુકાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો અગાઉથી જ ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા.એમાં વળી કરમની કઠણાઈ એવી કે ચોમાસા દરમ્યાન પહોળા અને ખખડધજ રોડના ડિવાઇડરના ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતા રોડની બરાબર માધ્યમે નાનકડા તળાવનું નિર્માણ થઇ જાય છે જેમાં કેટલાક વાહન ચાલકો આ નાનકડા તળાવમાં પડી જવાના કિસ્સાઓ બનતા હોય છે અને આ માર્ગ પરથી પસાર થનાર બીમાર વ્યક્તિઓ માટે પસાર થવું દુષ્કર બની ગયેલછે. પ્રસૂતા કે મણકાની બીમારી વાળી વ્યક્તિઓને પારાવાર મુશ્કેલી પડે છે.વાહનોના સ્પેર પાર્ટ છુટા પડી જાય છે.ઘણીવાર વાહનો ઉંધા પડી જાય છે.વાહન ચાલકો ટેક્સ ભરતાં હોવા છતાં સગવડ આપવામાં આવતી નથી. સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાયબ કાર્યપાલક પી.ડબ્લ્યુ.ડી.કાલોલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું એડવોકેટ પૂનમચંદ્ર સોલંકી દ્વારા લેખીત રજૂઆત પ્રત્ર માં જણાવેછે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं