વઢવાણ લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં બંધ બે રહેણાંક મકાનમાંથી લાખો રૃપિયાની મત્તાની ચોરી કરી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો છે. આ ચોરીના બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી મુજબ વઢવાણ લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહતા કમલેશભાઇ માનસંગભાઇ પરમાર અને તેમના પત્નિ વ્યારા તાલુકાના અણુમાલા ગામે રહેતા તેમના દિકરાના ઘરે ગયા હતાં અને ઘરની ચાવી તેમના કુટુંબી ભરતભાઇ બેચરભાઇ પરમારને આપીને ગયાં હતાં. ભરતભાઇ તેમના દાદા કમલેશભાઇને ઘરે આંટો મારવા ગયાં હતા તો રસોડાની બહાર રોડ સાઇડમાં આવેલ દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું આથી ભરતભાઇએ ઘરમાં તપાસ કરતા ઘરમાં સેન્ટરલોકનો દરવાજો તોડી રૃમમાં રહેલા કબાટમાંથી રોકડા રૃા.૪,૫૦,૦૦૦ તેમજ ૬ તોલાનો સોનાનો હાર કિંમત રૃા.૩૦,૦૦૦ તેમજ ચાંદીના છડા કિંમત રૃપિયા પાંચ હજાર સહીત કુલ રૃા.૪,૮૫,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે ભરતભાઇએ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જ્યારે બીજા બનાવમાં વિશ્વકર્મા ટાઉનશીપમાં જ રહેતા કાંતીભાઇ હસમુખભાઇ કણઝરીયા પરિવારજનો સાથે થાન ગયાં હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતુ. અને ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત કરી ઘરની તીજોરીમાં રહેલા રોકડા રૃા.૫૦ હજાર તેમજ ચાંદીના છડા, જુડો, ચાંદીનો હાર, માછલી સહીત કુલ રૃા.૭૦ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. આ બનાવ અંગે ભોગ બનનાર કાંતીભાઇ હસમુખ ભાઇ કણઝરીયાએ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं