દસાડા તાલુકાના વડગામ-આદરીયાણા ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે વાડીના શેઢે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પરીક્ષીતસિંહ ઝાલા, દશરથભાઈ ધાંધર, યશપાલસિંહ રાઠોડ, કિશનભાઈ ભરવાડ સહિતની ટીમે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા નસીબખાન હસનઅલી ખોખર, અર્જુદ્દીનભાઈ હસુભાઈ કુરેશી, મંગાભાઈ રાયધનભાઈ રાવળ, ઈસ્માઈલભાઈ ઉસ્માનભાઈ કછોટ, રાજેન્દ્રગીરી ખીમગીરી ગોસ્વામી, જાકીરભાઈ હૈયાતખાન સોલંકી, સંજયકુમાર ઉર્ફે કિરણ જગાજી ઠાકોર અને અલેપખાન મહંમદખાન મલેકને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૃા.૪૫,૫૦૦, મોબાઈલ ફોન નંગ-૮ કિંમત રૃા.૪૦,૦૦૦, બે બાઈક કિંમત રૃા.૧,૦૦,૦૦૦, એક-રીક્ષા કિંમત રૃા.૫૦,૦૦૦ અને એક કાર કિંમત રૃા.૭ લાખ સહિત કુલ રૃા.૯,૩૫,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે દરોડા દરમ્યાન બીલાલભાઈ રસુલભાઈ ચૌહાણ, ગીરીશભાઈ વશરામભાઈ રથવી, કરણસિંહ ઉદુભા ઝાલા અને એક બાઈકનો ચાલક એલસીબી પોલીસને હાથતાળી આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. એલસીબી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી દસાડા પોલીસ મથકે તમામ શખ્સો વિરૃધ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત
જસદણના રામડીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ સિતાપરા (ઉ.35) ગત બપોરે રાજકોટના હડાળા ગામે...
Codeine Phosphate ની બોટલ નંગ-૨૫ કિ.રૂ ૪૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે
આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓના
સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચિરાગ ગોસાઇ નાઓની...
PM Modi, Adani, INDIA गठबंधन और Mamta Banerjee पर TMC नेता Mahua Moitra ने क्या कहा? | Jamghat
PM Modi, Adani, INDIA गठबंधन और Mamta Banerjee पर TMC नेता Mahua Moitra ने क्या कहा? | Jamghat
ફતેપુરા તાલુકામાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, રોડ રસ્તાઓ થયા પાણી પાણી.
ફતેપુરા તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો વરસાદ ત્રીજી વાર ચાલુ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ...
विद्युत कटौती को लेकर थाना अधिकारी को कलेक्टर के नाम सोपा ज्ञापन
नमाना क्षेत्र भर में विद्युत कटौती को लेकर गुरुवार को सरपंच प्रतिनिधि के नेतृत्व...