ખનીજ ચોરી ની તપાસ ચાલુ હતી એ જ સમય દરમ્યાન ડીસા બનાસનદી પાસે ફરી રેડ, હિટાચી, લોડર, ડમ્પર કબ્જે..

બનાસ નદીમાં રેતી નું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીએ લાલ આંખ કરી છે. જેમાં તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ તારીખ 10 સપ્ટેમ્બર એ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રહેતી વહન કરતા 100 થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરી નું ઓપરેશન પાર પાડ્યું છે.તો 11 સપ્ટેમ્બર એ વહેલી સવારે ડીસા ના બનાસ પુલ પાસે ભુસ્તર શાસ્ત્રી જાતે જઈને એક હિટાચી મશીન, લોડર અને એક ડમ્પર કબ્જે કર્યું હતું.

બાંધકામ ક્ષેત્રમાં બનાસ નદી ની રેતી ની ખૂબ જ માંગ હોઇ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની 200 જેટલી લિઝો આવેલી છે. આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે. જેથી બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંગ સારસ્વા દ્વારા રેતી ખનીજ ચોરી મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે.. બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણપુર ગામે ચાલતા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરી 5 મશીન અને 12 જેટલા વાહનો ઝડપી કરોડો નો મુદ્દામાલ કબ્જે કરી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.

જ્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંગ સારસ્વાએ તારીખ 10 સપ્ટેમ્બર ના રોજ સાંજે પાંચ વાગે તાત્કાલિક તેઓની ટીમને મોકલી હતી.જે ટિમ પહોંચી તપાસ કરતા નદી વિસ્તાર માં થી 100 જેટલા ડમ્પર અને ટ્રેલરો મળી આવતા અટકાવી દીધા હતા.અને ટિમ એ ભુસ્તર શાસ્તત્રી ને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી વધૂ વાહનો હોઈ કાર્યવાહી માટે મહેસાણા અને પાટણ, અમદાવાદ જિલ્લાની ટીમો અને ફ્લાઇગ સ્કોર્ડ ની મદદમાં લઈને અરણીવાડા ગામે પહોંચી ગયા હતા. તપાસ ટિમોએ તમામ વાહનોનું ચેકિંગ કરતા મોટાભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા. જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ સાંજે છ વાગે થી બીજા દિવસ સાંજ સુઘી 100જેટલા ડમ્પર અને ટેલરોને સ્થળ પર સીઝ કરવાની કાર્યવાહી કરી હતી અને સતત ત્રીસ કલાક જેટલો સમય સુઘી આ કાર્યવાહી ચાલુ રહી હતી.

ભૂસ્તર વિભાગની ટીમની અચાનક રેડથી અનેક વાહન ચાલકો રસ્તામાં જ રેતી ખાલી કરીને નાસી છૂટ્યા પણ હતા.

ત્યાંરે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિહ એ જણાવ્યું હતું કે અરણીવાડા ગ્રામજનો ની ફરિયાદ ને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પ્રાથમિક દષ્ટિએ હાલ 100 જેટલાં વાહનો સીઝ કર્યા છે. અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ડીસા બનાસનદી ના પુલ પાસેથી પણ વહેલી સવારે ગેરકાયદેસર ખનન કરતું એક મશીન,લોડર અને ડમ્પર કબ્જે કર્યું છે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. જોકે બનાસકાંઠા માં ક્યાય પણ ખનીજ ચોરી થતી હશે તેને અટકાવવાના તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે. ખનીજ ચોરી ને કોઈપણ સંજોગો માં સાંખી નહીં

લેવાય..