ડીસાના શાકભાજીના વેપારી પાસેથી માલ લઇ શાકભાજીના છૂટક વેપારીએ રૂ. 3,00,000 નું પેમેન્ટ ન ચૂકવતાં તે પેટે આપેલો ચેક રીટર્ન થતા ડીસાની એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે છૂટક વેપારીને એક વર્ષની કેદની સજા અને રૂ. 3,00,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામના વતની તારાચંદ જેરૂપજી માળી શાકભાજીનો કમિશનનો વેપાર કરે છે. જેઓની પાસેથી ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બ્રાહ્મણવાસ ખાતે રહેતાં અને શાકભાજીનો છૂટક વેપાર કરતાં કાન્તિલાલ ભુદરાજી સાંખલા (માળી) શાકભાજી ખરીદતા હતા. બંને વેપારીઓ એક જ સમાજના હોવાથી તેઓ વચ્ચે સારા વેપારી સબંધો સ્થપાયા હતા.
જોકે, તા. 01/03/2023 થી 02/04/2023 દરમિયાન તારાચંદે માલ આપેલ જેના બીલ પેટે રૂ. 3,00,000 નું બીલ બાકી હોવાથી તેમણે ઉઘરાણી કરતા કાન્તિલાલે એક્સિસ બેંક-ડીસા શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક તેઓએ બેંકમાં નાખતાં "એકાઉન્ટ ક્લોઝડ" ના શેરા સાથે પરત આવ્યો હતો . જેથી તારાચંદને ખોટો ચેક આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી તેઓએ તેમના વકીલ મારફતે ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ચાલી જતાં ડીસા કોર્ટના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ યોગેશભાઇ એન.પટેલે ફરિયાદી પક્ષના વકીલ એચ. ડી.ત્રિવેદીની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી કાન્તિલાલ ભુદરાજી સાંખલાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને ચેકની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.