સિહોરના ગણેશનગરમાં રહેતો શ્યામુ મિસ્ત્રીના કબજામાંથી વિદેશી દારૂની 11 બોટલો મળી આવી છે પોલીસે વિદેશી દારૂ સાથે રૂ 4400નો મુદ્દામાલ કબ્જે લઈ શ્યામુ સહિત ત્રણ સામે પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. 11 બોટલ સાથે ઝડપાયેલો શ્યામુ મૂળ ઉત્તર પ્રદેશનો છે જીઆઇડીસીમાં મજૂરી કામ કરે છે શ્યામુએ અન્ય બે વ્યક્તિઓ સામે મળી દારૂનો વેપલો શરૂ કર્યો હતો ગઈકાલે પોલીસને બાતમી મળી કે શ્યામુ મિસ્ત્રી ગણેશનગરમાં રહે છે અને તે પોતાના ઘરમાં વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે હાલ શ્યામુને પોલીસે ઝડપી લીધો છે અન્ય બે ફરાર ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. પોલીસ દર વર્ષે કરોડોનો દારૂ પકડે છે અને પોલીસથી બચવા બુટલેગર અવનવાં કિમીયા કરતા હોય છે. તેઓ દારૂ વેચવાનો મલાઈદાર ધંધો છોડવા માંગતા નથી.ત્યારે ગુજરાતમાં દારૂ વેચવો ખૂબ નફાકારક હોવાનું બુટલેગરો સાબીત કરી રહ્યા છે સિહોર જીઆઇડીસી વિસ્તારોમાં મજૂરી કામ કરવા માટે આવતા અન્ય પ્રાંતના લોકો અસામાજિક પ્રવૃત્તિ કરવા લાગ્યા છે સિહોરના ગણેશનગર રહેતો અને મૂળ યુપીનો શ્યામુ મિસ્ત્રી કેજેઓએ અન્ય બે શખ્સો સાથે દારૂનો વેપલો શરૂ કર્યો હતો પોલીસને બાતમી મળી શ્યામુના રહેણાંકી મકાનમાં પોલીસ છાપો માર્યો 11 બોટલો દારૂની મળી આવી છે અન્ય બે વ્યક્તિના નામો ખુલ્યા છે પોલોસે તેને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે શ્યામુ સહિત ત્રણ સામે પ્રોહીશિબિશન હેઠળ. કાર્યવાહી હાથ ધરી છે