એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ.રાયમાએ એલસીબી તથા પેરોલ ફલો સ્કવોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાંથી શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકે તે સારૂ તેમજ ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓના ગુનાઓ બનતા હોય છે.જે ગુનાઓ ડીટેકટ કરવા અલગ અલગ ટીમો બનાવી અસરકારક પરિણામલક્ષી કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન કરતા એલસીબી સ્ટાફને બાતમી હકીકત મળેલ કે ભરતભાઇ વેલાભાઇ ડાભી રહે. ગામ મોટી મોરસલ તા. સાયલા જિ. સુરેન્દ્રનગરવાળાએ ચોટીલા પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ મો.સા.ઓ આણંદપર રોડ નજીક અવાવરૂ જગ્યામાં સંતાડી રાખી વેચાણ કરવા માટે ગ્રાહક શોકે છે.જે બાતમી હકીકત આધારે તપાસ કરી ઉપરોકત ઇસમ પાસેથી ચોરી કરેલ મો.સા. નં.ર કિં. 80000નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं