રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકશ્રીઓનું નેશન બિલ્ડર એવોર્ડ થી સન્માન. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

5 સપ્ટેમ્બર શિક્ષક દિન ઉપક્રમે સમગ્ર આંતરરાષ્ટ્રીય લેવલે RILM દ્વારા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓનું નેશન બિલ્ડર એવોર્ડ થી સન્માન કરે છે .તેના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક શ્રી રૂપેશ ધનંજય ભાટિયા ની ઉપસ્થિતિમાં અને પ્રમુખશ્રી રો. જયરામભાઈ પટેલ સેક્રેટરી રો. બિરેન પટેલ પ્રો. ચે. ઘેમરભાઇ દેસાઈ , પ્રોજેક્ટ કો.ચે.વિષ્ણુભાઈ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઇ ગયો. પાટણ જિલ્લાની જુદી જુદી પાંચ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓનું સન્માન પત્ર ,સાલ અને પુષ્પગુચ્છ થકી સન્માન કરવામાં આવ્યું. 

જેમાં સાગોડિયા પ્રાથમિક શાળાના પટેલ ચિરાગ બાબુલાલ , મીઠી વાવડી પ્રાથમિક શાળાના પટેલ સેજલબેન જી. ,

 રૂગનાથપુરા પ્રાથમિક શાળાના દેસાઈ દેવેન્દ્રકુમાર કે. , ઇન્દ્રનગર પ્રાથમિક શાળાના પટેલ નિલ્પાબેન બી. , ધાયણોજ અનુપમ પ્રાથમિક શાળાના સોલંકી ભદ્રેશકુમાર પુજાલાલ નો સમાવેશ થાય છે .

આ પ્રસંગે એવોર્ડ વિજેતા શિક્ષકોએ પોતાના પ્રતિભાવમાં પોતાના કામની કદર થઈ તે બદલ રોટરી ક્લબ ઓફ પાટણનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો .

આ કાર્યક્રમમાં રોટરી પરીવારના સભ્ય રો. ઝુઝારસંગ સોઢા નું જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક બદલ રોટરી પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી સભ્યો રો.રણછોડભાઈ પટેલ ,રો . હરેશ પટેલ, રો . પરેશ પટેલ, રો. પરેશ વી. પટેલ , રો.રાજેશ મોદી, રો. વિનોદભાઈ સુથાર, રો. તરુણભાઈ ઠક્કર ,રો. શૈલેષભાઈ સોની , રો.નૈતિક પટેલ, રો.નીરવ પટેલ, રો.સતીશ ઠકકર, રો.મિતુલ ઘીવાલા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રો.ધનરાજભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.