ધાનેરામાં સનરાઇઝ શોપિંગનું એક સપ્તાહ અગાઉ દબાણ દૂર કરવા ગયેલા પાલિકાના કર્મચારીઓને અપશબ્દો બોલતાં મામલો બિચક્યો હતો. આ ઘટનાને પગલે પાલિકા ઇજનેરે પાલિકા પૂર્વ પ્રમુખ સહિત 8 વ્યક્તિઓ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેને લઇ ગુરુવારે ધાનેરા પોલીસે પાલિકા પૂર્વ પ્રમુખ સહિત છ વ્યક્તિની અટકાયત કરી હતી. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સહિતના રાજકીય આગેવાનો, વેપારીઓએ આવી નગરપાલિકાના કર્મચારીઓ સાથે ના શોભે તેવું વર્તન કરી જાહેરમાં અપશબ્દો બોલ્યા હતા.

 પાલિકાના કર્મચારીઓનું આ રીતે જાહેરમાં અપમાન થતાં તેઓએ સાથે રહી ધાનેરા મામલતદાર અને મુખ્ય અધિકારીને આવેદન પત્ર આપી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી. તેમજ નગરપાલિકાનાં ઇજનેર મુકેશભાઈ ચૌધરીએ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ સહિત અન્ય સાત શખસો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ધાનેરા પોલીસએ ગુરુવારે પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સાથે અન્ય પાંચ વ્યક્તિઓની અટકાયત કરી છે.

છ શખ્સોની અટકાયત કરાઇ 

 1. બળવંતભાઈ છોગાજી બારોટ (ધાનેરા પાલિકા પૂર્વ પ્રમુખ)

2. યુનુસભાઈ યાકુબભાઈ મન્સૂરી

3. જગદીશભાઈ રણમલભાઈ કોટક

 4. અબ્દુલ રજાક નૂરમહમદ મેમણ

 5. મેમણ સોહેબ અબ્દુલ રજાક

6. યકુબભાઈ મન્સૂરી