બનાસકાંઠા એલસીબી પોલીસે ખીમત ગામની સીમમાં પ્રેરણા ઘરની બાજુમાં રોડ ઉપર બનાવેલ પાણી નિકાલના નાળા પર ખેતરની વાડમાં ગેરકાયદેસર દારૂની બોટલો રાખતા પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી છે. જોકે, પોલીસે કુલ 532 જેટલી બોટલો કબજે કરી આરોપી વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખીંમત ગામે આવતા બાતમી હકીકત મળેલ કે કમલેશસિંહ કીતુભા સોલંકી રહે.ખીમત ગામની સીમ ધાનેરા વાળો પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરની બાજુમાં રોડ ઉપર બનાવેલ પાણી નીકળવાના નાળામાં તેમજ ખેતરની વાડમાં ગેરકાયદેસર દારૂની બોટલો તેમજ બિયર ટીન રાખી વેચાણ કરે છે.

જે હકીકત આધારે રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ તેમજ બિયર ટીન મળી કુલ 532 બોટલો જેની કિંમત 61 હજાર 080 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધમાં પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.