પાવીજેતપુર નજીક સિહોદ પાસેના તૂટેલા ભારજ બ્રિજ તેમજ ડાયવર્ઝન અંગે ની વેપારી મંડળે કરેલી સાંસદને રજૂઆત 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

     પાવીજેતપુરના સિહોદ પાસે ભારજ નદી પરનો બ્રિજ તેમજ ૨.૩૧ કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન ધોવાય જતા પાવીજેતપુરના વેહપાર ધંધા પર અસર પડતા તેમજ બાળકોને અભ્યાસ માટે આવવા જવા માટે અને આરોગ્યની સુવિધા માટે તકલીફ પડતા સાંસદને વહેપારી મંડળે રજુઆત કરી હતી.

      પાવીજેતપુરના સિહોદની ભરાજ નદી પરનો ૬૦ વર્ષ જુના બ્રિજના બે પિલર ૧ વર્ષ અગાઉ બેસી ગયા હતા અને તંત્ર દ્વારા તત્કાલિ બ્રિજ પર અવર જવર બંધ કરાવી હતી ત્યારે બાદ બાજુમાં ૪ મહિના અગાઉ ૨.૩૧ કરોડના ખર્ચે ડાઈવરજન બનાવમાં આવ્યું હતું એક અઠવાડિયા ઉપરવાસ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડતાં ભારજ નદીમાં પાણી આવતા તંત્ર દ્વારા ૨.૩૧ કરોડના ખર્ચે બનાવેલ ડાઈવરજન સંપૂર્ણ ધોવાઈ ગયું હતું અને જનતાના પૈસા પાણીમાં ધોવાય ગયા હતા ત્યારે બાદ ભારજ નદી પરનો ૬૦ વર્ષ જૂનો પુલ ધરાશય થયો હતો જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો 

     સિહોદ નો બ્રિજ ધરાશય થતા અને ૨.૩૧ કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ૪ મહિના મા જ ધોવાય જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ પાવીજેતપુરના વેહપાર તેની ભારે અસર જોવા મળી છે અને છોટાઉદેપુર થી વડોદરા જવા માટે ૪૦ કિલો મીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે જેને લઈને પાવીજેતપુર વહેપારી મંડળ દ્વારા સાંસદ જશુભાઈ રાઠવાને રજુઆત કરી હતી વહેલી તકે બ્રિજ ની કામગીરી ચાલુ કરવા માટે તમામ આગેવાનો અને વહેપારી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

        સિહોદનો બ્રિજ ધરાશય થતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર થી બોડેલી આરોગ્ય ઇમર્જન્સી માટે ૪૦ કિલોમીટરનો ફેરો ફરવાનો આવરો આવ્યો છે અને બાળકોને અભ્યાસ માટે પણ ભારે તકલી વેઠવાનો વારો આવ્યો છે હાલતો લોકો ડાયવર્ઝન ધોવાવાને લઈને તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાએ ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષપે કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. 

     આમ, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને વેપારી મંડળ તેમજ આ વિસ્તારના અગ્રણીઓએ રજૂઆત કરી યુદ્ધના ધોરણે ડાયવર્ઝન બની જાય તેમજ બ્રિજની કામગીરી શરૂ થઈ જાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.