રિપોર્ટર: રિતિક સરગરા, અમીરગઢ 

અમીરગઢ તાલુકાના વેપારી મથક ઈકબાલગઢમાં હાઇવેથી મેઇન બજાર તરફ જવાના રસ્તા પર ખાડાઓ પડતા સ્થાનિકો ને પારાવાર મુશ્કેલીઓ નો સમનો કરી રહ્યા છે લોકો દ્વારા તંત્રને અનેક વાર રજુઆત કરવા છતાં સ્થિતિ એ જ હાલતમાં જોવા મળતા સ્થાનિકો રોષે ભરાયા છે જો કે વહેલી તકે આ રોડના ખાડાઓ પૂરા કરવામાં આવે તેવી રખેવાળ ચેનલના માધ્યમથી તંત્રને અપીલ કરી છે. 

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે જો કે અગાઉ પડેલા વરસાદના કારણે જિલ્લાના મોટાભાગ ના વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડવાના કારણે લોકો વારંવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. જેમાં અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ વેપારી મથક ગામમાં હાઈવેથી મેઇન બજાર જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે બસ મોટા ખાડા પડી ગયા હતા જોકે ખાડા પડવાના કારણે લોકો અવરજવર કરવા ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે નાની ગાડીઓ તેમજ બાઈક ચાલકો ખાડામાં ફટકાવવાના કારણે મસ્ત મોટું નુકસાન પહોંચે છે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી દર વર્ષે પાણી ભરાવાના કારણે આ રોડ રસ્તા ઉપર મોટા ખાડાઓ પડે છે અને તંત્રના પાપે લોકોને મુશ્કેલીઓ વેઠવવી પડે છે જોકે સ્થાનિકો જણાવવાનું રાત્રીના સમયે કોઈ અજાણ વ્યક્તિ આ રસ્તા પરથી નીકળે તો અહીં ખાડાના કારણે અટકાવવાનું તેમજ અકસ્માત થવાનું ભય સતાવતો હોય છે જો કે તંત્રના વહેલી તકે આ રોડનું કામકાજ કરાવી કાયમી નિકાલ કરે તેવી સ્થાનિકો ની માંગ છે.