76 કિલો ગાંજો : આરોપી પ્લેનમાં બેસી ભાગે તે પહેલા જ ઝડપાયો
ઓરિસ્સાથી વાયા અંકલેશ્વર થઇ સુરત 76 કિલો ગાંજો મંગાવનાર ડિલ૨ ચેન્નઇ જતી ફ્લાઇટમાં બેસીને ફરાર થાય તે પહેલાં જ સુરત એસ.ઓ.જી. ની ટીમે સુરત એરપોર્ટથી ઉંચકી લીધો હતો. અંકલેશ્વર પોલીસે ગત 10મીએ 76 કિલો 300 ગ્રામ ગાંજા સાથે ઓરિસ્સાની ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.ચારેય શખ્સોએ ઓરિસ્સા થી સુરતના કતારગામ રેલવે પટરી પાસે રહેતાં રાજેશ ઉર્ફે મિન્ટોએ આ જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
ખેપિયાઓ સુરતમાં પોલીસ પકડે નહિં તેથી અંકલેશ્વર સુધી ગયા હતા.