દાહોદ જિલ્લામાં પ્રાચીન – અર્વાચીન ગરબા- રાસ સ્પર્ધામાં ભાગ લેવા તા. ૦૫ સપ્ટે. ( રાજ કાપડિયા 9879106469 સમચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)સુધી અરજી મોકલી આપવી
દાહોદ:- જિલ્લા ક્ક્ષાની નવરાત્રી ગરબા, રાસ સ્પર્ધા પ્રાચીન – અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધા યોજાનાર છે. જેમાં ભાગ લેવા માંગતી શૈક્ષણિક સંસ્થાઓ તથા કલા મંડળોએ અરજી ફોર્મ તા.૦૫-૦૯-૨૦૨૪ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સિટી સર્વે ભવન કચેરી, પહેલો માળ દાહોદ થી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી ભરી મોકલી આપવાનું રહેશે. પ્રાચીન/અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો ની વય મર્યાદા ૧૪ થી ૩૫ અને રાસ માં ભાગ લેનારની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષનું રહેશે એવુ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.