દાંતાના જોરાપુરાથી પગપાળા રણુજા જવા નીકળેલા ત્રણ પદયાત્રીકોને રાજસ્થાનના પાલી પાસે ટ્રકે અડફેટે લીધા હતા જેમાંથી બેનું મોત નીપજયા છે. બંને મૃતકોનું પાલીની સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરવામાં આવ્યું હતું જે બાદ લાશો મૃતકના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
રાજસ્થાનના રામદેવરા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પગપાળા ચાલતા જાય છે. જેમાં દાંતા તાલુકાના જોરાપુરા ગામના ભાથીજી અને ગોવિંદસિંહ કૌટુંબિક ભાઈઓ ત્રણે ચાલતા રામદેવરા જવા માટે નીકળ્યા હતા.
તેવામાં પાલી પાસેના હાથલાઈ નજીક મંગળવારે વહેલી સવારે પસાર થયેલા ટ્રકે પાછળથી ત્રણ પદયાત્રિકોને લીધા હતા તાત્કાલિક તેમને પીકપ વનમાં બાંગડ ખાતેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં જોરાપુરા ગામના ગોવિંદસિંહનું અને તસુસિંહ બંને કૌટુંબિક ભાઈઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બાદમાં બંને મૃતકોનું પાલીની સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરવામાં આવ્યું હતું અને તે બાદ બંને મૃતકોના મૃતદેહ વતન જોરાપુરા ખાતે લાવવામાં આવ્યા હતા. બંને આશાસ્પદ સ્થાનિકોના આકસ્મિક મૃત્યુથી જોરાપુરા ગામમાં શોક વ્યાપી ગયો છે.