ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પી.આઇ. વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જે. ડી. પરમાર સહીત ઇમરાન મહંમદ સાથે રાજુભાઇ અને નરેન્દ્રભાઇ પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડીસાના જૂના બસ સ્ટેન્ડની પાછળ આવેલ કપુરજી સરદારજી ઠાકોરના રહેણાંક મકાનમાં કેટલાંક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેના પગલે પોલીસે રેડ કરતાં જાહેરમાં જુગાર રમતાં 6 શખ્સોને રૂ. 11,200 ના મુદ્દામાલ સાથે નાગજીભાઇ કપુરજી ઠાકોર, મહેન્દ્રભાઇ રામસીંગભાઇ

 બજાણીયા, રાજુભાઇ નાથાભાઇ બજાણીયા, નાગજીભાઇ મફતલાલ ઠક્કર, બાબુભાઇ હીરાભાઇ બજાણીયા અને રાજેશભાઇ રમેશભાઇ માજીરાણાને રંગેહાથ ઝડપી પાડી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લાવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસા ઉત્તર પોલીસે શ્રાવણિયો જુગાર રમતાં જુગારીયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાતાં જુગાર રમતાં જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.