ડીસાના કોઠા ગામે પરિણીતા અને તેના 11 વર્ષીય દીકરાને ગામનો જ શખ્સ 19 ઓગસ્ટે બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી તેના ઘરે લઇ ગયો હતો. ત્યારે અન્ય ત્રણ શખ્સોએ તારા પૂર્વ પતિના ઘરે જતી રહે નહીં તો તારા દીકરાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે પરિણીતાએ ચાર શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

ડીસાના કોઠા ગામે રહેતી પરિણીતા તેના દીકરા સાથે 19 ઓગસ્ટે સવારે કુદરતી હાજતે જઇ ઘર તરફ પરત આવતી હતી. ત્યારે ગામનો જ ઇશ્વરભાઇ વિહાભાઇ ચૌધરી તેની ગાડી લઇ પાછળ આવી બળજબરીપૂર્વક પરિણીતા અને તેના દીકરાને ગાડીમાં બેસાડી તેના ઘરે લઇ ગયો હતો.

 ત્યાં સહદેવભાઇ જેઠાભાઇ ચૌધરી, દેવજીભાઇ જીવરાજભાઇ ચૌધરી અને દરઘાભાઇ જીવરાજભાઇ ચૌધરી આવી કહેવા લાગ્યા કે તારે અમારા ગામમાં રહેવું નહીં તારા દીકરા સાથે તારા પૂર્વ પતિના ઘરે જતી રહે નહીં તો તારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પરિણીતાએ ચાર શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.