ગોધરા થી કાલોલ તરફ આવતા સુસાનદીપ સોસાયટી સામે બાવળનુ વૃક્ષ રોડ ઉપર તુટી પડતા વૃક્ષની ડાળીઓ નીચે રિક્ષા દબાઈ જવા પામી હતી. બાવળનું વૃક્ષ તૂટી પડતા કાલોલ તરફ જતો માર્ગ બંધ થઈ જવા પામ્યો અને પરિણામે રોંગ સાઈડમાં આવતા વાહનોને કારણે લાંબી કતારો લાગી ગઈ હતી. કાલોલ પોલીસ અને ટીઆરબી જવાનો સાથે સ્થાનીક યુવાનોએ ટ્રાફીક કલિયર કરાવવામાં ભારે જહેમત ઊઠાવી હતી. હાલોલ તરફ ના માર્ગ પર કાતોલ ના પાટિયા સુઘી અને ગોધરા તરફ ના માર્ગ પર દેલોલ સુઘી વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી. શામળદેવી થી રોંગ સાઈડમાં વાહનોને આગળ લઈ હાલોલ તરફ નો વાહનવ્યવહાર ચાલુ કરાવ્યો હતો. અને ધીમી ગતિએ બન્ને તરફ નો વાહનવ્યવહાર ચાલુ કરાવ્યો હતો તેમ છતા પણ બપોર સુધી પડી ગયેલા વૃક્ષ ને હટાવવા માટે હાલોલ શામળાજી ટોલ રોડ ના કોઇ જવાબદાર અધિકારીઓ જોવા મળ્યા નહોતા.